વાદળોનાં નામ આપનાર હવામાન શાસ્ત્રી : લૂક હોવાર્ડ
★ ચોમાસામાં આકાશમાં વાદળો છવાય તે સૌ કોઇએ જોવા હોય. વાદળોના ઘણા પ્રકાર હોય છે અને જુદી જુદી ઊંચાઇએ હોય છે. વાદળના આકાર પ્રકાર અને ઉંચાઇ હવામાન ખાતાને આગાહી કરવા માટે ઉપયોગી બને છે.
★ ઇ.સ.૧૮૦૨માં લૂક હોવાર્ડ નામના વિજ્ઞાનીએ વિવિધ ઊંચાઇએ રહેલા વાદળોને ચોક્કસ નામ આપીને હવામાનની આગાહી કરવા માટે એક વધુ ઉપયોગી સ્ત્રોત આપ્યો.
★ લૂક હોવાર્ડનો જન્મ ઇ.સ.૧૭૭૨માં નવેમ્બરની ૧૮ તારીખે લંડનમાં થયો હતો. તેના પિતા દિવા બનાવતા. બર્ડફોર્ડની પ્રાથમિક અભ્યાસ કરીને હોવાર્ડ પ્લીમાઉથ ખાતે ઉચ્ચ અભ્યાસ કરી ફાર્માસીસ્ટ બનેલ. ઇ.સ.૧૭૯૩માં તેણે પોતાની ફાર્મસી ખોલી. તેની દવા બનાવતી કંપની એલન એન્ડ હોવાર્ડ તરીકે ઓળખાતી.
★ ફાર્મસીના ધંધાની સાથે સાથે હોવાર્ડને હવામાનશાસ્ત્રીનો અભ્યાસ કરવાનો શોધ હતો. ૧૮૦૧થી ૧૮૪૧ સુધી સતત લંડનના હવામાનનો રેકોર્ડ રાખીને તેણે વિવિધ સંશોધનો કર્યા. તેને વનસ્પતિશાસ્ત્રમાં પણ રસ હતો. હવામાન શાસ્ત્રનો તે પિતામહ કહેવાય છે.
★ તેણે વાદળોની ગતિવિધિ અને પ્રકાર અંગે ઘણા પુસ્તકો લખેલા તેણે વિવિધ ઊંચાઇના વાદળોને ક્યૂમ્યુલસ, સ્ટ્રેટસ અને સીટસ એમ ત્રણ પ્રકારમાં વહેંચ્યા દરેક પ્રકારના વાદળો વરસાદની આગાહીમાં ઉપયોગી થાય છે. વાદળોનું તેનું વર્ગીકરણ વિજ્ઞાનમાં ઉપયોગી થયેલું. ઇ.સ.૧૮૬૪ના માર્ચની ૨૧મી તારીખે તેનું અવસાન થયેલું.
Không có nhận xét nào:
Đăng nhận xét